આજનું જ્ઞાન

મોજા હંમેશા ધોઈને પહેરવા . .

કામિયાબી કદમ ચૂમવા આવે ને બેહોશ નો થઈ જાવી જોઈએ..

પાડોશીએ Don’t Distrb નું બોર્ડ લગાવ્યુ

મે બેલ વગાડી Disturbના સ્પેલિંગમાં ભુલ છે એમ કીધુ …  

‘એમ કે?’ આવુ કહી તેમણે પ્રેમથી આવકાર આપ્યો ચા બિસ્કિટ ખવડાવ્યા વાતો કરતા સહેજ પુછ્યુ ‘બોર્ડ કેમ લગાડ્યુ?’ તો કહેવા લાગ્યા,

‘અમે Covid+ve છીયે એટલા માટે ક્વારંન્ટાઈન છીયે …’ પણ “ક્વારંન્ટાઈન” ની સ્પેલિંગ આવડતી નહતી એટલે distrb લખ્યુ …. સાલુ તેમાં પણ ભુલ થઈ ગઈ…

દો તાળી….

આજ તો ફ્રીઝ ઉપરથી ભરોસો ઉઠી ગયો

. . એનાથી વધારે ઠંડુ પાણી તો ટાંકીમાં આવે છે….

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ.

જેથી ઝઘડો થાય તો આજુબાજુમાં એમ લાગે કે પૂજા ચાલી રહી છે!….

પુષ્પા જોઇ?

હા.

ક્યારે?

આજે દયણું દળાવા નીકળી હતી ત્યારે. 

એક સાધુ મહારાજ જૂનાગઢ માં પધાર્યા…લોકોના પ્રશ્નોના જવાબ સાથે…

કોઈને સોમવાર, તો કોઈને રવિવાર, કોઈને અગીયારસ, તો કોઈને પુનમ “રહેવા”નું કહેતા હતા…

મેં પૂછ્યું: બાપુ… મારે શું રહેવાનું ?

બાપુ કહે… બસ તારે સખણા રહેવાનું….. !!!

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,

પણ ઈશ્વર તરફ થી મળેલ “શાંતી”, “ઊંઘ” અને “આનંદ” જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી

આજે સવારે પત્ની જોડે થોડી માથાકૂટ થઇ.. બપોરે ઓફિસમાં સાસુજીનો ફોન આવ્યો, મને ઠપકો આપવા માટે…

સાસુજી : કેમ મારી દીકરી પર તમે આટલો ગુસ્સો કરો છો… હૈં ?!! 

મૈં કહ્યું : સાસુજી, તમે આટલા હસમુખા, શાંત, એકદમ સરળ સ્વભાવ અને પાછા એટલા જ હોશિયાર… તમારો એક પણ ગુણ તમારી દીકરીમાં નથી … અને, પાછી મને કહે છે કે હું મારી માં જેવી ઢીલી પોચી નથી કે તમારા દાબમાં રહું 

સાસુજી : જો હવે મારી દીકરી બીજી વાર આવું નાટક કરે.. તો, મારી ચિંતા કર્યા વગર બે વળગાડી દેજો તમ તમારે !!

--> -->