એક વિમાન હવામાં ખરાબ થઈ ગયું.

પાયલટ (યાત્રીઓને) : કોઈને બચવાની દુઆ આવડે છે?

એક બાબાએ ખુશ થઈને કહ્યું : હા મને આવડે છે.

પાયલટ : ઠીક છે બાબા, તમે દુઆ કરો, કારણ કે એક પેરાશુટ ઓછું છે.

બાબા બેભાન.

પપ્પા : દીકરા તારું રીઝલ્ટ શું આવ્યું?

ચિન્ટુ : પપ્પા, 90 % આવ્યા છે.

પપ્પા : પણ રીઝલ્ટમાં તો ફક્ત 50 % જ લખ્યા છે?

ચિન્ટુ : બાકીના 40 % આધારકાર્ડ લીંક થવા પર સીધા એકાઉન્ટમાં આવશે.

દે ચપ્પલ, દે ચપ્પલ, દે ચપ્પલ

મગનની નવી ઓફીસમાં નોકરી લાગી ગઈ.

માં એ પૂછ્યું : દીકરા કેવું ચાલી રહ્યું છે તારું ઓફીસનું કામ?

મગન : માં, હું ઘણો જવાબદાર કર્મચારી છું.

માં : અચ્છા, તે કઈ રીતે?

મગન : ઓફીસમાં જ્યારે પણ કોઈ કામ બગડે છે,

તો બધા કહે છે, આના માટે મગન જ જવાબદાર છે

પતિ હિન્દીમાં – આજ ખાના ક્યો નહિ બનાયા?

પત્ની હિન્દીમાં – ગીર ગઈ થી, તભી લગ ગઈ.

પતિ હિન્દીમાં – કહા ગીર ગઈ? ઔર ક્યાં લગ ગઈ?

પત્ની હિન્દીમાં – બેડમે ગીર ગઈ ઔર આંખ લગ ગઈ.

એક છોકરો શાળાએથી વહેલો ઘરે આવ્યો.

દાદા – શું થયું દીકરા, તું બહુ વહેલો ઘરે આવી ગયો?

છોકરો – હા દાદા, મેં એક મચ્છર મા-ર-યુ તો ટીચરે કાઢી મુક્યો.

દાદા – શું? તું સાચું કહે છે? તને મચ્છર મા-ર-વા-ને લીધે શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો.

છોકરો – મચ્છર શિક્ષકના ગાલ ઉપર બેઠો હતો.

પત્ની – રસોડામાંથી જરા ખાંડ લેતા આવો.

પતિ – અહીં તો ક્યાંય ખાંડ દેખાતી નથી.

પત્ની – તમે તો છો જ આંધળા, કામચોર છો, એક કામ વ્યવસ્થિત રીતે નહિ કરી શકતા, મને ખબર હતી કે તમને નહીં મળે, એટલે હું પહેલેથી જ લઈ આવી હતી!

હવે માણસની કોઈ ભૂલ હોય તો કહો.

ચેન સ્નેચિંગવાળા મહિલાના ગળામાંથી હાર ખેંચીને લઇ ગયા.

બીજા દિવસે ન્યુઝ પેપર વાંચ્યા પછી તે મહિલા ઘણી વધારે દુઃખી થઈ ગઈ.

હાર માટે નહિ, પણ ન્યુઝ પેપર વાળાએ છાપેલા ન્યુઝને કારણે.

તેમણે લખ્યું હતું, વૃદ્ધ મહિલાના ગળામાંથી હાર છીનવીને ભાગ્યા ચેન સ્નેચર.

એક છોકરો અને છોકરી એક રેસ્ટોરેન્ટમાં ગયા.

વેટર : મેડમ, તમે કંઈક લેશો.

છોકરી : ભાઈ એક શાક વાળી રોટલી લઇ આવો.

વેટર : શું?

છોકરો : એ ગામડેથી આવી છે, પીઝા માંગી રહી છે.

પિતાએ જોયું કે દીકરો જીન્સનું બટન સીવી રહ્યો હતો.

પિતા : દીકરા, અમે તારા લગ્ન કરાવી દીધા, વહુ ઘરે આવી ગઈ છે,

છતાં પણ તું પોતાની જીન્સનું બટન પોતે જ સીવી રહ્યો છે?

દીકરો : પપ્પા, તમે ખોટું વિચારી રહ્યા છો,

હકીકતમાં આ તેનું જ જીન્સ છે.

છગન – અલા મગન, ઝટ ઉઠ, ભૂકંપ આવી રહ્યો છે. આખું ઘર હલી રહ્યું છે.

મગન – ઓયે ચુપચાપ જઈને સૂઈ જા.

ઘર પડી જશે, તો આપણું શું જવાનું છે?

આપણે તો ભાડુઆત છીએ.

--> -->