સાચા સંબંધો નો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો…
પાણી, પૈસા અને પ્રેમ .. વ્હાલ, વરસાદ અને વિચાર ..
સમયસર આવે તો જ કામના
લોકો કહે છે કે,“પૈસા થી બધું ખરીદી શકાય છે તો પૈસા થી
કોઈના પર ઉતરી ગયેલ ‘વિશ્વાસ’ ખરીદી બતાવો…”
ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની…
વી.આઈ.પી લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે,
તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે…
કદર હોય કે કિંમત
બહાર ના જ કરે દોસ્ત,
ઘર ના તો ખાલી સંભળાવે..–
અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,
લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે…
“કડવું સત્ય”
ભગવાન ત્યારે જ યાદ આવે,
જ્યારે તમારાથી કઈ ના થાય…
શુભ સવાર
વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,
દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે.
“”””જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,
કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે
કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો””””