જિંદગી મળવી એ નસીબની વાત છે..
મૃત્યુ મળવું એ સમયની વાત છે..પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું..
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે..

જિંદગીમાં એજ વ્યક્તિ ખુશ રહી શકે છે..!!

જેમના પર દુશ્મન “લીંબુ” ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય…!!

બાકી કેટલાય તો “વહેમથી” જ મરી જાય.

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું,

વિચારેલું કે વાંચેલું નહી પરંતુઆપણું કરેલું નોંધાય છે..!!

જીવનમાં પસ્તાવો કરવાનું છોડો સાહેબ કંઈક એવું કરો કે તમને છોડનારા પસ્તાય.

કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય,

તો સહન કરી લેજો,

કારણકે મોતી જો, કચરામાં પડી જાય,

તો પણ એ કિંમતી જ રહે છે…

જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય

અને વિચાર્યું પણ ના હોય…અને મળી જાય એનું નામ સુખ..

દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ .

બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે .

માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે..

પણ એનું પરિણામ એને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે..

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ

અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ….

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે….

અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે….

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,

અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…

--> -->