છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?

છોકરો : પાંચ.

છોકરી : કેમ માં બાપને કોઈ બીજું કામ ન હતું શું?

છોકરો : તમે કેટલા છો?

છોકરી : એક.

છોકરો : કેમ માં બાપમાં દમ ન હતો શું?

એક ચોર ચોરી કરવા ગયો તો તેને જાડી મહિલાએ પકડી લીધો અને તેની ઉપર બેસી ગઈ.

તેણે પોતાના પતિને કહ્યું : જલ્દી જાવ અને પોલીસને બોલાવી લાવો.

પતિ : મારા ચપ્પલ નથી મળી રહ્યા.

ચોર બોલ્યો : ભાઈ ચપ્પલ મારા પહેરી જાવ પણ જલ્દી જાવ.

જયારે કોઈ પરણેલા વ્યક્તિ કોઈ કામ વિષે કહે કે ‘હું વિચારીને જણાવીશ.’

તો તેનો સીધો અર્થ છે કે તે ‘પોતાની પત્નીને પૂછીને જણાવશે.’

ગર્લફ્રેન્ડ : મારો મોબાઈલ મમ્મી પાસે રહે છે.

બોયફ્રેન્ડ : જો પકડાઈ ગઈ તો?

ગર્લફ્રેન્ડ : તારો નંબર (બેટરી લો) નામથી સેવ કર્યો છે.

જયારે પણ તારો ફોન આવે છે માં કહે છે લે ચાર્જ કરી લે.

છોકરો બેભાન છે.

છોકરી : મારા મોઢામાં બળતરા થઇ રહી છે.

ડોક્ટર : તમારા મોઢાનો અમારે એક્સ-રે કરવો પડશે.

છોકરી : એક્સ-રે માં શું હોય છે?

ડોક્ટર : મોઢાનો ફોટો પાડવામાં આવે છે.

છોકરી : પાંચ મિનીટ થોભો હું મેકઅપ કરી લઉં.

રામુ દરરોજ નવા ચપ્પલ પહેરીને કામ ઉપર જતો હતો.

રામુના મિત્રોથી રહેવાયું નહિ. તેમણે રામુને પૂછ્યું,

યાર રામુ શું તે ચપ્પલની દુકાન ખોલી દીધી છે. જે રોજ નવા ચપ્પલ પહેરીને આવે છે.

રામુ હસીને બોલ્યો, નહિ યાર મારા ઘરની સામે નવું મંદિર બની ગયું છે.

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.

હવાલદાર : શું થયું ?

પપ્પુ : પત્નીએ મા-ર્યો.

હવાલદાર : કેમ?

પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા તો તેણે મને કહ્યું કે બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.

હવાલદાર : તો?

પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.

હમણાં એક છોકરીનું સ્ટેટ્સ વાચ્યું,

પૂજા કરું છું, જાપ કરું છું,

ક્યાંક દેવી ન બની જાઉં, એટલા માટે પાપ પણ કરું છું.

 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટે રોજ સાસરિયામાં ફોન કરે છે.

એક દિવસ સાસુમાં કહે છે : કેટલી વખત કહું કે મારી દીકરી હવે તમારા ઘરે નહિ આવે, તમે રોજ કેમ ફોન કરો છો?

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે એટલા માટે.

છોકરી : દાદીમાં સ્કુલ નહિ જાઉં, રસ્તામાં છોકરા છે-ડ-તી કરે છે.

દાદી : બહાના ન બનાવ, હું પણ તે રસ્તેથી જ રોજ બજારે જાઉં છું. મારી તો કોઈ છે-ડ-તી નથી કરતું.

--> -->