ગુજરાતી શાળામાં ભણેલા એક પિતા, ડંફાસ મારતા મારતા એના દિકરાને કહેતા હતા :

Let me tell you my son, in my school time, I was ‘the most outstanding student’ in my class.

દીકરો : Wow, Dad you are really great !!

ત્યાં જ રસોડામાંથી અવાજ સંભળાયો :

એ ગાંડા… “આઉટ સ્ટેન્ડિંગ એટલે ક્લાસની બહાર ઉભા રહેવાનું” આ તારા ડેડીએ આવા જ ડીંગ મારી મારીને મને ડબામાં પુરી હતી.

પતિના ખરાબ મુડ અને પત્નીનાં ખરાબ મુડ વચ્ચે શું ફરક છે??

પતિનો ખરાબ મુડ એ એક સામાન્ય વાયરલ તાવ જેવો છે. જેની અસર તે પોતે જ અનુભવે છે પણ પત્નીનો ખરાબ મુડ “કોરોના જેવો છે

સંપર્કમાં આવનારા બધાને અસર થાય છે…!!

પતિ – પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મોટો ઝઘડો થયો. જોકે, પતિએ બોલેલા એક જ વાક્યથી ઝઘડો સમાપ્ત થયો! એ સોનેરી વાક્ય હતું :

તું દેખાવડી છો એટલે ફાવે તેમ બોલવાનું??

બસ્સસસ.. પછી પત્ની એક અક્ષર ન બોલી.

વગર કીધે મસાલાવાળી સરસ મજાની ચા અને ગરમ નાસ્તો બનાવી દીધો.

ગામનાં શેઠ નર્કમાં મળી ગયા. એકદમ નવાઈ લાગી કે તેઓ અહીંયા ક્યાંથી?

તેઓએ તો કોઈ દી કોઈનું ખોટું કયુઁ ન હતું, ખોટું ઈચ્છયું ન હતું. સારા કામો જ કયાઁ હતા. તેમના નિખાલસ સદાચાર, સદવિચાર અને સત્કમોઁને કારણે તેમની ખ્યાતિ ચારે બાજુ હતી, તેમ છતા તેઓ અહીં કેમ? એટલે શેઠને પુછ્યું કે તમે તો સ્વર્ગમાં હોવા જોઈએ. તેને બદલે અહીં નર્કમાં કેમ ???

શેઠ બોલ્યા : શેઠાણીને કારણે !!!

મેં પુછ્યું : શેઠાણીને કારણે?? એ કેવી રીતે??

શેઠ : હું મારી જિંદગીમાં ક્યારે ય ખોટું બોલ્યો નથી. બસ, એક શેઠાણી સામે બોલવું પડતું હતું.

મેં પુછ્યું : કંઈ ખબર ના પડી !?

શેઠ : શેઠાણી દરરોજ સવારે તૈયાર થઈને મને પુછતી કે હું કેવી લાગુ છું!

હસવાનું બંધ કરો, ઘણા બધા નર્કમાં જવાના છો.

અમદાવાદમાં નવા નવા રહેવા આવેલ UP ની બહેને બાજુવાળા ગુજ્જુ બહેન ને પુછયુ.

“बहन, आप करवाचौथ का व्रत नाहि करत हो का.??

ગુજ્જુ બહેન બોલ્યા, અરે ગાંડી… બધી રીતે જોઇ તપાસી, ઓળખી પારખીને લીધો હોય. તેને ફરી ફરીને ચાયણી માં શું જોવાનો ??

૫ત્ની : તમને ખબર છે, હું તમારા માટે કેટલું કરૂં છું ? લગ્ન પછી કામ કરી કરીને મારા બંને હાથ નાના થઈ ગયા છે.

પતિ : તેં માપ્યા?

પત્ની : હા, પહેલા હું એક્સરસાઇઝ કરતી ત્યારે મારા હાથ પગના અંગુઠા સુધી પહોંચતા હતા. હવે લગ્નનાં ૧૫ વરસ પછી ગોઠણ સુધી જ પહોંચે છે. (સમજાય તો હસી લેજો)

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.

પત્ની : જુવોને તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.

પતિએ તે છોકરાની પાસે જઈને તેને બે થ-પ્પ-ડ ચોડી દીધી અને કહ્યું.

પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા તું આવી રીતે તાકીને જોતો હોત તો, આજે મારો જીવ બચી જાત.

છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?

છોકરો : પાંચ.

છોકરી : કેમ માં બાપને કોઈ બીજું કામ ન હતું શું?

છોકરો : તમે કેટલા છો?

છોકરી : એક.

છોકરો : કેમ માં બાપમાં દમ ન હતો શું?

એક ચોર ચોરી કરવા ગયો તો તેને જાડી મહિલાએ પકડી લીધો અને તેની ઉપર બેસી ગઈ.

તેણે પોતાના પતિને કહ્યું : જલ્દી જાવ અને પોલીસને બોલાવી લાવો.

પતિ : મારા ચપ્પલ નથી મળી રહ્યા.

ચોર બોલ્યો : ભાઈ ચપ્પલ મારા પહેરી જાવ પણ જલ્દી જાવ.

જયારે કોઈ પરણેલા વ્યક્તિ કોઈ કામ વિષે કહે કે ‘હું વિચારીને જણાવીશ.’

તો તેનો સીધો અર્થ છે કે તે ‘પોતાની પત્નીને પૂછીને જણાવશે.’

--> -->