આજ તો ફ્રીઝ ઉપરથી ભરોસો ઉઠી ગયો
. . એનાથી વધારે ઠંડુ પાણી તો ટાંકીમાં આવે છે….
આજ તો ફ્રીઝ ઉપરથી ભરોસો ઉઠી ગયો
. . એનાથી વધારે ઠંડુ પાણી તો ટાંકીમાં આવે છે….
પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ.
જેથી ઝઘડો થાય તો આજુબાજુમાં એમ લાગે કે પૂજા ચાલી રહી છે!….
પુષ્પા જોઇ?
હા.
ક્યારે?
આજે દયણું દળાવા નીકળી હતી ત્યારે.
એક સાધુ મહારાજ જૂનાગઢ માં પધાર્યા…લોકોના પ્રશ્નોના જવાબ સાથે…
કોઈને સોમવાર, તો કોઈને રવિવાર, કોઈને અગીયારસ, તો કોઈને પુનમ “રહેવા”નું કહેતા હતા…
મેં પૂછ્યું: બાપુ… મારે શું રહેવાનું ?
બાપુ કહે… બસ તારે સખણા રહેવાનું….. !!!
આજે સવારે પત્ની જોડે થોડી માથાકૂટ થઇ.. બપોરે ઓફિસમાં સાસુજીનો ફોન આવ્યો, મને ઠપકો આપવા માટે…
સાસુજી : કેમ મારી દીકરી પર તમે આટલો ગુસ્સો કરો છો… હૈં ?!!
મૈં કહ્યું : સાસુજી, તમે આટલા હસમુખા, શાંત, એકદમ સરળ સ્વભાવ અને પાછા એટલા જ હોશિયાર… તમારો એક પણ ગુણ તમારી દીકરીમાં નથી … અને, પાછી મને કહે છે કે હું મારી માં જેવી ઢીલી પોચી નથી કે તમારા દાબમાં રહું
સાસુજી : જો હવે મારી દીકરી બીજી વાર આવું નાટક કરે.. તો, મારી ચિંતા કર્યા વગર બે વળગાડી દેજો તમ તમારે !!
બોસ : તું તારે ઘેર લગ્ન છે,
એવું કહીને રજા પર ગયો હતો.
જેના લગ્ન હતા એના ફોટા બતાવ…
ભૂરો : સાહેબ, તુલસી વિવાહ હતાં..
પતિ અને પત્ની વચ્ચે જોરદાર ઝગડો થયો..
પત્ની ઘર છોડીને પિયર જવા નિકળી ગઈ..
ગુસ્સામાં ને ગુસ્સામાં એણે રસ્તામાંથી જ પતિને ફોન કર્યો ને બોલી.. “તમારા મોબાઈલમાંથી મારો નંબર પણ ડીલીટ કરી નાખજો.!!”
સામે થી જવાબ આવ્યો..
“તમે કોણ બોલો છો બહેન.!?!”
દિકરો બિયર પીને ઘરે આવી ગયો હતો.
પપ્પા ખીજવાશે એ બીકથી લેપટોપ ખોલીને વાંચવા બેઠો.
પપ્પાઃ આજે પણ તું પીને આવ્યો છે?
દિકરોઃ ના પપ્પા ના, હું પીને નથી આવ્યો વાંચી રહ્યો છું.
પપ્પાઃ તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?
અમેરિકાવાળા ડ્રાઈવર વગરની ગાડી બનાવી રહ્યાં છે એવી ખબર પડી એટલે કાઠીયાવાડીએ પુછ્યું..
ઇ ગાડી આપણને ભટકાય તો મારવાનો કોને..???
પત્ની : કોણ હતી એ ??
પતિ : કોલેજમાં સાથે હતી !
પત્ની : શું કહેતી હતી ??
પતિ : ખાસ કંઈ નહી. બસ, એમ જ કે મારી સાથે લગ્ન કયાઁ હોત તો તને આ થેલી ઉપાડવા ના દેત.
પત્ની : લાવો, એ થેલી મને આપી દ્યો.